વાવાઝોડું લાઈવ લોકેશન

મિત્રો આજની આ પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન અંતર્ગત મહત્વની વાત કરશું. ગુજરાતમાં જ્યારે ખાસ કરીને ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે ત્યારે અરબસાગર કે બંગાળની ખાડીમાં અવારનવાર ચોમાસુંના શરૂઆતના તબક્કામાં વાવાઝોડું ઉદભવતું હોય છે, તો આજની આ પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન અંતર્ગત વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે? અને ક્યારે લેન્ડફોલ થશે. એ અંગેની સચોટ માહિતી આપણે મેળવશું. જે માહિતી તમે મોબાઈલના ટેરવે મેળવી શકશો.

વાવાઝોડું લાઈવ લોકેશન

મિત્રો જ્યારે જ્યારે દરિયામાં સાયક્લોન એટલે કે વાવાઝોડું ઉદભવે છે. ત્યારે તેનો ટ્રેક તમે લાઈવ જોઈ શકો છો. લાઈવ ટ્રેક કેવી રીતે જોવો એટલે કે વાવાઝોડાની લેટેસ્ટ અપડેટ કેવી રીતના જોવી આ અંગે વ્યવસ્થિત રીતે આપણે જાણીએ.

મિત્રો આ પોસ્ટની છેલ્લે પાછા મુખ્ય પેજ પર જાઓ આવું એક બટન તમને જોવા મળશે. આ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ વેબસાઈટના મુખ્ય પેજ ઉપર તમે પાછા ફરશો. મિત્રો હવે તમારે શું કરવાનું? જે આ પેજમાં એટલે કે વેબસાઈટના મુખ્ય પેજમાં જે સર્ચ બોક્સ આપ્યું છે. તેમાં તમારા લોકેશનનું નામ અંગ્રેજીમાં ટાઈપ કરવાનું, ત્યારબાદ સર્ચ આઈકન પર સર્ચ કરી અને નીચે એક હવામાનનો લાઈવ નકશો અપડેટ થશે. તેમાં જો અરબસાગરમાં હોય તો નીચે મેપને મેન્યુઅલી આમતેમ કરી અને તમે વાવાઝોડું લાઈવ લોકેશન અંગે લેટેસ્ટ અપડેટ મેળવી શકશો.

મિત્રો આ મેપમાં દરેક દિવસનું લેટેસ્ટ અપડેટ તમે જોઈ શકશો. નીચે આગળની તારીખ મુજબ વાવાઝોડા લાઈવ લોકેશન અંગેની સ્થિતિ તમને જોવા મળશે. મિત્રો આ ઉપરથી વાવાઝોડું કઈ દિશા તરફ ફંટાવાનું છે? વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ઝડપ કેટલી છે? આ અંગેની ડીપમાં ઘણી બધી માહિતી તમે મેળવી શકશો. વાવાઝોડાની આજુબાજુ કલાઉડ કવર કેટલું છે? વાવાઝોડામાં કેન્દ્રમાં હવાનું દબાણ કેટલું છે? અને આ વાવાઝોડું સમુદ્રમાં કઈ દિશાથી કઈ દિશા તરફ મુવમેન્ટ કરશે આ બધી જ માહિતી તમે નિયમિત મેળવી શકશો.

આમ તો મિત્રો દુનિયાના કોઈ પણ સમુદ્રમાં ઉદ્ભવેલા વાવાઝોડા અંગેનું લાઈવ લોકેશન તમે મેળવી શકશો. કેમ કે દુનિયાના કોઈપણ સમુદ્રમાં લગભગ તો એકાદ નાના મોટું સાયકલોન એક્ટિવ હોય છે. તેથી આ મેપમાંથી તમે વાવાઝોડું લાઈવ લોકેશન અંગેની માહિતી મોબાઇલમાં આંગળીના ટેરવે તમે આસાનીથી મેળવી શકો છો. જે તમને ચોમાસાની સિઝન દરમિયાન ખૂબ જ ઉપયોગી થશે.

વાવાઝોડું ક્યારે બને

દરિયામાં વાવાઝોડું ક્યારે બને? એ અંગેની પ્રાથમિક માહિતી મેળવીએ તો, જ્યારે પણ કોઈ પણ દરિયામાં જેમ કે આપણે આપણી જ વાત કરીએ. બંગાળની ખાડી કે અરબસાગરમાં જ્યારે જ્યારે પવનની અસ્થિરતા ઉદભવે એટલે કે પવનની પેટનમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે. ત્યારે સમુદ્રમાં વાવાઝોડા બનવાની સંભાવના વધુ રહેતી હોય છે. હવે આપણે અરબસાગરની વાત કરીએ તો, અરબસાગરમાં મોટેભાગે ચોમાસું બેસતું હોય એના આગલા દિવસોમાં અથવા તો ચોમાસું જ્યારે વિદાય લેતું હોય, ત્યારના દિવસોમાં અરબસાગરમાં વાવાઝોડું બનતું હોય છે. તો બંગાળની ખાડીમાં પણ ચોમાસાની સિઝનમાં એકાદ બે વાવાઝોડા તો અવારનવાર બનતા જ હોય છે. જે આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ.

દરિયાઈ સપાટી પર જ્યારે પવનની પેટર્નમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે છે. ત્યારે શરૂઆતના તબક્કામાં એક અપર લેવલે સાયકલોનીક સર્ક્યુલેશનનું નિર્માણ થાય છે. જ્યારે આ સાયકલોની સર્ક્યુલેશનનું નિર્માણ થાય ત્યારે પણ જો પવનની અસ્થિરતા અંકબંધ રહે અથવા અસ્થિરતામાં વધારે પરિવર્તન જોવા મળે તો, આ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાય છે.

મિત્રો સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાયા બાદ જો વધુ મજબૂત બને એટલે કે પરિબળો જો સિસ્ટમને વધારે મજબૂત બનાવનારા સાબિત થાય. તો આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય છે. અને ક્રમશ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જો મજબૂત થાય તો, આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં કન્વર્ટ થાય છે. ડિપ્રેશનના રૂપના કન્વર્ટ થયા બાદ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં કન્વર્ટ થાય છે એટલે કે મીની વાવાઝોડાનું સ્વરૂપ દરિયામાં લે છે.

વાવાઝોડાની કેટેગરી અને પવનની ઝડપ

ડીપ ડિપ્રેશન સિસ્ટમમાં પવનનું જોર ક્રમશ વધારે જોવા મળતું હોય છે. આ સિસ્ટમ વધારે મજબૂત થાય તો, આ સિસ્ટમ વાવાઝોડામાં એટલે કે સાયકલોનમાં ફેરવાય છે. જોકે સાયકલોનની પણ કેટેગરી હોય છે. જેમ કે કેટેગરી નંબર 1 થી 5 સુધીના સાયકલોન દરિયામાં જોવા મળતા હોય છે. પાંચમા નંબરનુ કેટેગરીનું સાયકલોન જેને સુપર સાઇક્લોન કહેવામાં આવે છે. જે આપણી ભાષામાં વાત કરીએ તો, અત્યંત ભયંકર વાવાઝોડું કહેવામાં આવે છે. અને આ વાવાઝોડામાં પવનની ઝડપ 200 કિલોમીટરથી લઇને 240 કિલોમીટર રફતારના પ્રતિ કલાકના ઝડપના પવનો આવવા વાવાઝોડામાં જોવા મળતા હોય છે.

અરબસાગરના વાવાઝોડા અને ચોમાસા પર તેની અસર

વાવાઝોડું લાઈવ લોકેશન અંતર્ગત આપણે અરબસાગરની વાત કરીએ તો મિત્રો ચોમાસાની શરૂઆત પહેલાં અરબસાગરમાં લક્ષદીપ ટાપુની આજુબાજુ વાવાઝોડાનું નિર્માણ થતું મોટેભાગના વર્ષોમાં જોવા મળતું હોય છે. મિત્રો પ્રારંભિક આ વાવાઝોડાના ટ્રેક મોટે ભાગે અરેબિયન કન્ટ્રી સાઈડ વધારે પડતા જોવા મળતા હોય છે. છતાં પણ ક્યારેક ક્યારેક આવ વાવાઝોડાના ટ્રેક ગુજરાત અથવા તો મહારાષ્ટ્ર ઉપરના જોવા મળતા હોય છે. ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત પહેલાના ઉદ્ભવેલા વાવાઝોડા ઘણા ગુજરાત ઉપર પણ ટ્રેક કરી ચૂક્યા છે. જે ભૂતકાળના વાવાઝોડાના દ્રશ્યો આપણે બધાને યાદ જ છે કે, કેવા ભયંકર પરિણામો ભોગવવા પડે છે.

વાવાઝોડું લાઈવ લોકેશન અંગે વધુ માહિતી મેળવીએ. તો મિત્રો જ્યારે જ્યારે અરબસાગરમાં વાવાઝોડું બનતું હોય અને જો આ વાવાઝોડાના ટ્રેક અરેબિયન કન્ટ્રી સાઈડ હોય તો અરબસાગરમાં ચોમાસું ખોરવાય છે. એટલે કે નિર્ધારિત સમયે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું નથી. જેનું મુખ્ય કારણ આ વાવાઝોડું બન્યા બાદ અરેબિયન કન્ટ્રી ફંટાઈ તો, અરબસાગરનો બધો જ હવાનો ભેજ આ મોટી સિસ્ટમ તેમની સાથે ખેંચી જાય છે. પરિણામે ફરીથી ચોમાસું એક્ટિવિટી થવામાં થોડા દિવસોનો ગેપ જોવા મળતો હોય છે. પરંતુ એનાથી વિરુદ્ધ જો આ નાનું મોટું વાવાઝોડું મહારાષ્ટ્ર કે ગુજરાત તરફ ફંટાય તો, ચોમાસું બેસવામાં કોઈ માઠા પરિણામો ભોગવવા પડતા નથી. કેમકે ચોમાસું બેસવા લક્ષી પેરામીટરમાં કોઈ વિક્ષેપ ઊભો થતો નથી. અને ગુજરાતમાં સમય મુજબ જ ચોમાસાની એન્ટ્રી થાય છે.

બંગાળની ખાડી અને વાવાઝોડું

બંગાળની ખાડીની વાત કરતા પહેલા અરબસાગરમાં ક્યારે વાવાઝોડું આકાર લેતું હોય છે? એ અંગેની થોડીક માહિતી મેળવી લઈએ. મુખ્યત્વે મે મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં અરબસાગરમાં મોટેભાગે વાવાઝોડું બનતું હોય છે. વરસાદી નક્ષત્રનો સમયગાળો જોઈએ તો, રોહિણી નક્ષત્ર અને ચોમાસું સત્રના પહેલાના સમયગાળા દરમિયાન અરબસાગરમાં વાવાઝોડું બનવાના ચાન્સ વધારે જોવા મળતા હોય છે. કેમકે આ સમયગાળો અરબસાગરમાં પવનની અસ્થિરતા વાળો જોવા મળતો હોય છે.

મિત્રો અરબસાગર કરતા બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની પેટન વધારે જોવા મળતી હોય છે. જેનું મુખ્ય કારણ અરબસાગર કરતા બંગાળની ખાડી ચોમાસા દરમિયાન વધુ એક્ટિવ રહેતી હોય છે. મિત્રો ગુજરાતના ચોમાસામાં મોટાભાગનો વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમને આધારિત જ રહેતો હોય છે. કેમકે બંગાળની ખાડીમાં અવારનવાર વાવાઝોડું અથવા તો લો પ્રેશર સિસ્ટમ બનીને મધ્ય ભારત સુધી આવતી હોય છે. ક્યારે ક્યારે આ સિસ્ટમ ગુજરાત સુધી પણ પહોંચતી હોય છે. આ પરિસ્થિતિને અનુસંધાને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ અવારનવાર આવતા હોય છે.

બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે વાવાઝોડા બનતા હોય છે. તે મુખ્યત્વે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની દક્ષિણે શરૂઆતમાં સિસ્ટમ મજબૂત બનીને ક્રમશઃ આગળ વધીને વાવાઝોડામાં ફેરવાતી હોય છે.

બંગાળની ખાડીમાં ઉદ્ભવતા વાવાઝોડા મુખ્યત્વે પશ્ચિમ ભારતને અસર કરતા નથી. પશ્ચિમ ભારતમાં આવતા રાજ્યોની વાત કરીએ તો, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર આ રાજ્યોમાં બંગાળની ખાડીમાં બનતા વાવાઝોડા પ્રભાવિત કરતા નથી. મોટેભાગે બંગાળની ખાડીમાં બનતા વાવાઝોડા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ આ રાજ્યોને વધારે પ્રભાવિત કરતા હોય છે.

મોટાભાગે બંગાળની ખાડીમાં બનતા વાવાઝોડાનો ટ્રેક મધ્ય બંગાળની ખાડીમાંથી આગળ વધીને ઉત્તર પૂર્વ તરફ રહેતો હોય છે. એટલે કે મ્યાનમાર થાઇલેન્ડ બાજુ મોટેભાગના વાવાઝોડા ગતિ કરતા હોય છે. ક્યારેક ક્યારેક એટલે કે ઘણા બધા વાવાઝોડાઓ બાંગ્લાદેશને ટાર્ગેટ કરતા હોય છે. ચોમાસાના મધ્યકાળમાં બનતા વાવાઝોડા ઓરિસ્સાની આજુબાજુ ફટાઈને આગળ વધતા હોય છે. મિત્રો આ વાવાઝોડા મેદાન ઉપર આવી અને નબળા પડે છે. પરંતુ સિસ્ટમ મજબૂત બનીને ક્યારેક ક્યારેક મહારાષ્ટ્ર ક્રોસ કરીને અરબસાગરમાં ઉતરતી હોય છે. તો ક્યારેક ક્યારેક ગુજરાત રાજસ્થાન સુધી પણ આ સિસ્ટમ પહોંચતી હોય છે. જેને અનુસંધાને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું મેઘતાંડવ જોવા મળતું હોય છે.

વાવાઝોડું લાઈવ

ટૂંકમાં મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની પ્રક્રિયાને ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય ગણવામાં આવે છે. જોકે અરબસાગરમાં રેર કેસમાં વાવાઝોડું બનતા હોય છે. જ્યારે બંગાળની ખાડીમાં તો ચોમાસા સત્ર દરમિયાન અવારનવાર વાવાઝોડું આકાર લેતું હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો જ છે કે, દરિયાઈ સપાટી ઉપર જ્યારે જ્યારે પવનને પેટર્નની અસ્થિરતાનો માહોલ ઊભો થાય છે, ત્યારે દરિયામાં વાવાઝોડું આકાર લ્યે છે. આ વાવાઝોડું આકાર લીધા બાદ વાવાઝોડું લાઈવ લોકેશન આપણે આંગળીના ટેરવે મોબાઇલ ફોનમાં ટ્રેક કરી શકીએ છીએ. ઉપર જે આપણે અગાઉ વાત કરી એ મુજબ તમે વાવાઝોડું લાઈવ લોકેશન ટ્રેક કરી શકો છો.

મિત્રો ચોમાસાની સીઝન દરમિયાન વાવાઝોડા અંગેની સંપૂર્ણ અપડેટ આપણે આ વેબસાઈટ World Weather Radar ના માધ્યમથી આપણે દરરોજ આપતા રહેશું. એટલે કે મિત્રો વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડું લાઈવ લોકેશન અંગેની માહિતી આપણે દરરોજ અહીં આપતા રહેશું. તો અમારી આ વેબસાઈટ World Weather Radar ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી બુકમાર્ક કરી લેજો. જેથી ગુજરાતના હવામાન લક્ષી તેમજ ગુજરાતમાં વરસાદની સંભાવના ક્યારે રહેશે? એ અંગેની નિયમિત અપડેટ તમને સીધી જ મળી જાય. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

← પાછા મુખ્ય પેજ પર જાઓ