આવતીકાલનું હવામાન: 7 દિવસની સચોટ આગાહી
નમસ્કાર મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે. અમારી વેબસાઈટ World Weather Radar માં, મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન આધારિત આપણે આવનારા સમયમાં ગુજરાતના જે તે લોકેશનમાં એટલે ગુજરાતના કોઈપણ ખેડૂતો જે તે લોકેશનમાં રહેતા હોય એ લોકેશનમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? તેમજ આવનારા સાત દિવસમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે? એ અંતર્ગત ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.
આવતીકાલનું હવામાન
મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન ગુજરાતના દરેક ખેડૂતોની નજર હવામાન ઉપર રહેતી હોય છે. કે આવતીકાલે વરસાદની સંભાવના કેવી રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? હવામાં ભેજનું પ્રમાણ કેવું રહેશે? આ બધી વિગતો પર આવતીકાલનું હવામાન મારા વિસ્તારમાં કેવું રહેશે? આવો પ્રશ્ન ગુજરાતના દરેક ખેડૂતોને રહેતો હોય છે. તો મિત્રો આવતીકાલનું હવામાન અંતર્ગત તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે? એ અંગે એક તમે આવનારા 7 દિવસનું પણ સચોટ અનુમાન લગાવી શકો છો. મિત્રો આવનારા 7 દિવસનું આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો જેથી તમે આ વેબસાઈટના મુખ્ય પેજ ઉપર આવી જશો. ત્યારબાદ નીચે જે લોકેશન સર્ચનું બોક્સ છે, તેમાં તમારા વિસ્તારનું મુખ્ય સેન્ટર અંગ્રેજીમાં લખીને સર્ચ કરશો. તો નીચે આવનારા 7 દિવસમાં તમારા વિસ્તારનું આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત સંપૂર્ણ વિગત સેકન્ડ માત્રમાં અપડેટ થઈ જશે.
મુખ્ય પેજ વેબસાઈટની નીચે ગુગલ ટ્રાન્સલેટ પણ આપણે અપડેટ કરવામાં આવેલું છે. જ્યાંથી તમે પેજને કોઈપણ ભાષામાં ટ્રાન્સલેટ કરી શકશો. જેમ કે ગુજરાતી તો આપણી મુખ્ય ભાષા છે. તો વેબસાઈટ પેજને ગુજરાતીમાં પણ ટ્રાન્સલેટ કરી શકશો. જો હિન્દીમાં કરવી હોય તો હિન્દીમાં પણ તમે ટ્રાન્સલેટ કરી શકશો. મિત્રો ચોમાસું સત્ર દરમિયાન આ વેબસાઈટ તમને ખૂબ જ ઉપયોગી થશે. કેમ કે આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત આ ડેટા દર 15 મિનિટે અપડેટ થતા હોય છે. માટે આ વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. જેથી ચોમાસું સિઝન દરમિયાન હવામાનની પળે પળની માહિતી તમારી આંગળીને ટેરવે તમને સહેલાઈથી મળી જાય.
હવામાન મોડલ
આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંગે આધુનિક સાયન્સના હવામાન મોડલ પણ દર છ કલાકે અપડેટ થતા હોય છે મિત્રો આ હવામાન મોડલ ના અપડેટ મુજબ આપણે આપણા વિસ્તારમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે નજીકના દિવસોમાં ગુજરાતમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમનો લાભ થશે કે પછી કોઈ સર્ક્યુલેશન ગુજરાતમાં છવા છે આ અંગેની અપડેટ હવામાનના મોડલમાં જોવા મળતી હોય છે હવામાનના ઘણા બધા મોડલો અસ્તિત્વમાં છે જેમ કે ભારતીય હવામાન વિભાગનું મોડલ, અમેરીકન મોડલ જેને આપણે Gfs મોડેલ કહીએ છીએ. અને એક મુખ્ય ગણાતું યુરોપિયન મોડલ જેને આપણે ECMWF મોડલ પણ કરીએ છીએ.
મિત્રો હવામાન મોડલ જોવાનો અભ્યાસ આપણે મુખ્યત્વે જૂન મહિનાના પ્રારંભથી જોવાનું સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. વરસાદની માત્રામાં મુખ્યત્વે અમેરિકન મોડલ મોટેભાગે આપણે જોતા હોઈએ છીએ. કેમ કે અમેરિકન મોડલની એનેલીસીસ મુજબ ગુજરાતમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેનું સચોટ વિધાન આ અમેરિકન મોડલમાં દર છ કલાકે અપડેટ થતું હોય છે. એ મુજબ આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગે વરસાદનું એક અનુમાન આપણે અમેરિકન મોડલમાં આસાનીથી મેળવી શકીએ. છીએ કેમકે મોટાભાગના મિત્રો અમેરિકન મોડલ એટલે કે આ ગ્લોબલ મોડલ ઉપર વધારે વિશ્વાસ કરતા હોય છે. માટે ખેડૂતો માટે આ અમેરિકન મોડલને મુખ્ય મોડલ વરસાદની બાબતમાં ગણી શકાય. એટલે કે વરસાદની માત્રા કેટલી રહેશે? વરસાદની શરૂઆત ક્યારે થશે? આવી સચોટ માહિતી અમેરિકન મોડલમાંથી મેળવી શકાય છે.
ભારતીય હવામાન વિભાગ
મિત્રો ભારતીય હવામાન વિભાગના મોડલ પણ ખૂબ જ ખેડૂતોને ઉપયોગી થાય એવા હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દરરોજે દરરોજ હવામાનના મોડલો અપડેટ થતા હોય છે. આ ભારતીય હવામાનના મોડલો મુખ્યત્વે યુરોપિયન મોડલને કંઈક અંશે મળતા હોય છે. પરંતુ યુરોપિયન મોડલ અને ભારતીય હવામાન વિભાગના જીએસએફ મોડલ વચ્ચે પણ ફેરફાર જોવા મળતો હોય છે. ભારતીય હવામાન વિભાગના મોડલોમાં પણ વરસાદની સિસ્ટમ બન્યા બાદ આ સિસ્ટમ કઈ તરફ ગતિ કરશે? એનો ટ્રેક કયો હશે? વરસાદની સંભાવના જે તે વિસ્તારમાં કેવી રહેશે? પવનની ઝડપ જે તે વિસ્તારમાં કેવી રહેશે? આ અંગેનું સચોટ અનુમાન આપણે ભારતીય હવામાન વિભાગના મોડલમાંથી પણ મેળવી શકીએ છીએ.
મિત્રો ભારતીય હવામાન વિભાગને આપણે imd એટલે કે ઇન્ડિયન મેટલોર્જિકલ ડિપાર્ટમેન્ટના નામથી ઓળખીએ છીએ. મિત્રો આ આઈએમડીની સાઈટ પર તમે વિઝીટ કરશો, તો આવતીકાલનું હવામાન અંતર્ગત બધી જ માહિતી તમને આ એક વેબસાઈટમાંથી મળી જતી હોય છે. જેમ કે સેટેલાઈટ ઇમેજ પણ આ સાઇટ ઉપર દર પાંચ મિનિટે રિફ્રેશ થતી હોય છે. સેટેલાઈટ ઇમેજમાં પણ ઇન્ફ્રારેડ ઇમેજ, વીઝીબલ ઈમેજ, કલરફુલ ઈમેજ આવી બધી ઈમેજ સેક્શનમાં પણ અલગ અલગ ઈમેજના ચાર્ટ આ આઈએમડીની વેબસાઈટ પર દર પાંચ મિનિટે અપડેટ થતી હોય છે. માટે આ વેબસાઈટનો ખાસ અભ્યાસ કરવો.
યુરોપિયન મોડલ અને આવતીકાલનું હવામાન
આવતીકાલનું હવામાન અંતર્ગત યુરોપિયન મોડલનો ખાસ અભ્યાસ કરવો. યુરોપિયન મોડલની ખાસિયત એ છે કે, સમુદ્રમાં જો કોઈ મોટી સિસ્ટમ આકાર લઈ પામી હોય એટલે કે ભલે વિશ્વના ગમે તે સમુદ્ર હોય જેમકે આપણે આપણા ભારતની વાત કરીએ તો, અરબસાગર અથવા તો બંગાળની ખાડીમાં જો કોઈ મોટી સિસ્ટમ આકાર આગામી દિવસોમાં લેવાની હોય. એટલે કે આવતીકાલનું હવામાન પ્રમાણે જો સિસ્ટમ અત્યારે બની ન હોય પરંતુ આવનારા દિવસોમાં બનશે, એ અંગેનું સચોટ અનુમાન યુરોપિયન મોડલમાંથી મેળવી શકાય છે. કેમકે આ મોડલની ખાસિયત એ છે કે, સમુદ્રની કોઈ મોટી સિસ્ટમનો ટ્રેક મોટેભાગે યુરોપિયન મોડલને આધારિત રહેતો હોય છે. જેમ કે આપણે અગાઉ વાત કરી ગયા મુજબ અમેરિકન મોડલ વરસાદની માત્રામાં કાઠું કાઢે છે. જ્યારે યુરોપિયન મોડલમાં દરિયાની મોટી સિસ્ટમને ટ્રેક કરવામાં એમનું ગણિત સૂક્ષ્મ હોય છે. અને મોટેભાગે સંભવિત મોટી સિસ્ટમનો ટ્રેક યુરોપિયન મોડલને આધારે જ રહેતો હોય છે. માટે યુરોપિયન મોડલ આપણા માટે ખૂબ જ અગત્યનું ગણી શકાય.
ચોમાસું સિઝન દરમિયાન દરિયામાં લો પ્રેશર બનવાની સંભાવના એટલે કે લો પ્રેશર નજીકના દિવસોમાં ક્યારે બનશે? એ અંગેની સંભાવના યુરોપિયન મોડલમાં સૌથી પ્રથમ જોવા મળતી હોય છે. જો આ લો પ્રેશર મજબૂત થઈને ડિપ્રેશન અથવા તો વાવાઝોડાની કેટેગરીએ જાય તો પણ આ સચોટ માહિતી આ યુરોપિયન મોડલના ચાર્ટમાંથી આપણે મેળવી શકીએ છીએ. એટલે મિત્રો કહેવાનો અર્થ એવો કે, જો દરિયામાં કોઈ મોટી સિસ્ટમ બનવાની હોય તો, એનો અગાઉથી જ આ યુરોપિયન મોડલમાં જોવા મળી જતી હોય છે. માટે ચોમાસા દરમિયાન આ યુરોપિયન મોડલનો ખાસ અભ્યાસ કરવો. જેથી આપણે આવતીકાલનું હવામાન અંતર્ગત સચોટ માહિતી મેળવી શકીએ.
હવામાન આગાહી
મિત્રો હવે આપણે થોડીક પ્રાચીન પરંપરા મુજબ હવામાન આગાહી અંગેની વાત કરીએ. જેમ કે આજનું હવામાન કેવું હોય તો આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલનું હવામાન અંતર્ગત ગુજરાતમાં હવામાન આગાહી પ્રમાણે વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગે થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ.
મિત્રો જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બનીને મેદાન ઉપર આવે ત્યારે ગુજરાતના પ્રદેશમાં એટલે કે આપણા રાજ્યમાં પવનની પેટર્ન પ્રમાણે પણ હવામાન આગાહી આપણે કરી શકીએ છીએ. જો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બનીને મેદાન ઉપર આવ્યા બાદ જો સાઉથ વેસ્ટનો પવન એકધારો આવનારા દિવસોમાં જળવાઈ રહે તો, આ સિસ્ટમ ગુજરાતને અસર કર્તા રહેશે નહીં. મોટેભાગે આવું બનતું હોય છે, ત્યારે આ બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન અથવા તો ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે.
એનાથી વિપરીત હવામાન આગાહી મુજબ જો બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારત ઉપર આવ્યા બાદ ગુજરાતમાં નોર્થ વેસ્ટનો પવન જેને આપણે સૂરીયો પવન કહીએ છીએ. જો આ પવન એકધારો સળંગ બે થી ત્રણ દિવસ જળવાઈ રહે તો, આ સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની આ સિસ્ટમ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો યોગ ઉભો કરશે. માટે હવામાન આગાહી મુજબ આ વિધાનનું અવલોકન દર વર્ષના ચોમાસા દરમિયાન કરવું. બંગાળની ખાડીની સિસ્ટમ બન્યા બાદ જો આ પવનની પેટર્ન ગુજરાતમાં ઊભી થાય તો, ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે. એટલે ગુજરાતમાં ભારે વરસાદના ચિત્ર ઉભો કરવા માટે વાયવ્ય ખુણાના પવનને ઉત્તમ પવન ગણવામાં આવે છે.
મિત્રો આમ તો પ્રાચીન પરંપરા અંગેના વરસાદ માટેના ઉત્તમ યોગના પરિબળો આપણા દ્વારા અગાઉની ઘણી પોસ્ટમાં અપડેટ કરવામાં આવ્યા છે. જેમાં ભડલી વાક્ય આધારિત હવામાન આગાહી તેમ જ નક્ષત્ર આધારિત હવામાન આગાહી અંગે આપણે ઘણી બધી પોસ્ટમાં આ અંગેનું વર્ણન કર્યું છે. તો તમે આ બધી પોસ્ટ નવરાશની પળોમાં નિરાંતે વાંચી શકો છો. જેથી હવામાન આગાહી અંગે ઘણી બધી માહિતી અર્વાચીન વિજ્ઞાન તેમજ પ્રાચીન વિજ્ઞાન દ્વારા તમે મેળવી શકો છો.
પરંતુ આપણે આ પોસ્ટના બીજા ત્રીજા પેરેગ્રાફમાં વાત કર્યા મુજબ તમારા વિસ્તારમાં આજનું હવામાન કેવું રહેશે? આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગે એક સચોટ ચિત્ર જાણવા માટે આ વેબસાઈટના મુખ્ય પેજ ઉપર જઈને તમારા વિસ્તારનું મુખ્ય લોકેશન સર્ચ કરીને આજનું હવામાન કેવું રહેશે અને આવતીકાલનું હવામાન મુજબ આવનારા સાત દિવસમાં વરસાદની સંભાવના કેવી રહેશે. એ અંગેની સચોટ તમે માહિતી મેળવી શકશો જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો નીચે આપેલું મુખ્ય પેજ પર પાછા જાઓ એ બટન પર ક્લિક કરીને પણ તમારા વિસ્તારનું નામ સર્ચ કરીને તમે તમારા વિસ્તારનું આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંગે એક સચોટ અનુમાન લગાવી શકશો. સાથે સાથે અમારી આ વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેજો. જે તમને ચોમાસું સત્ર દરમિયાન ખૂબ જ ઉપયોગી થશે. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.