વરસાદના નક્ષત્ર 2027: ક્યારે બેસે અને વાહન કયું

ચોમાસું 2027 અંતર્ગત વરસાદના નક્ષત્ર 2027 ક્યારે બેસે અને વાહન કયું સંબંધિત આ પોસ્ટમાં વરસાદના નક્ષત્ર અંગેની ખૂબ જ ઉપયોગી માહિતી અહીં વિસ્તૃતથી અપડેટ કરવામાં આવી છે. મિત્રો વરસાદના નક્ષત્ર ની યાદી 2027, નક્ષત્ર ની યાદી 2027, વિક્રમ સવંત 2083 ની સાલના વરસાદના નક્ષત્રની યાદી, અત્યારે કયું નક્ષત્ર ચાલે છે 2027, Gujarati nakshatra 2027, Varsad na nakshatra 2027, Varsad na nakshatra 2027 gujarati, Varsad na nakshatra 2027 gujarati calendar, Gujarati nakshatra 2027 આ અંગેની સંપૂર્ણ માહિતી વિસ્તારથી નીચે આપવામાં આવી છે.

વરસાદના નક્ષત્ર 2027

વર્ષ 2027 દરમિયાન વરસાદના નક્ષત્ર 2027 ની યાદી આપણે આ પોસ્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ. કયું નક્ષત્ર ક્યારે બેસે છે અને વાહન કયું છે? એ અંગેની વિસ્તૃત માહિતી આપણે રજૂ કરીએ છીએ. જે તમને ચોમાસું 2027 દરમિયાન ખૂબ જ ઉપયોગી થશે.

મૃગશીર્ષ નક્ષત્ર 2027

મિત્રો સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 08-06-2027 ના રોજ મંગળવારે સાંજે 7:32 મિનિટે થશે. નક્ષત્રનું વાહન ઘેટાનું છે. આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્ર સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે. તેથી મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ સારો રહે.

આદ્રા નક્ષત્ર 2027

સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રમાં મંગલમય પ્રવેશ Dt: 22-06-2027ના રોજ મંગળવારના રોજ સાંજે 6:37 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર શ્રવણ છે. વાહન ગધેડાનું છે. મિત્રો આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ વરસાદ મધ્યમ રહે.

પુનવર્સુ નક્ષત્ર 2027

મિત્રો વર્ષ 2027 દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો પુનવર્સુ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 06-07-2027 ના રોજ મંગળવારે સાંજે 6:13 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર આશ્લેષા છે. વાહન દેડકાનું છે. મિત્રો પુનવર્સુ નક્ષત્ર અર્ધ સંજોગ્યું જોવા મળી રહ્યું છે, તેથી પુનવર્સુ નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ રહે.

પુષ્ય નક્ષત્ર 2027

વર્ષ 2027 માં પુષ્ય નક્ષત્ર અંગેની વાત કરીએ તો, સૂર્યનારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 20-07-2027 ના રોજ મંગળવારે સાંજે 5:40 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર ઘનિષ્ઠા છે. વાહન ભેંસનું છે. મિત્રો આ વર્ષે પુષ્ય નક્ષત્ર સંજોગ્યું જોવા મળી રહ્યું છે. તેથી પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ મેઘ ગર્જના સાથે અતિવૃષ્ટિની સંભાવના ઊભી થાય.

આશ્લેષા નક્ષત્ર 2027

આ વર્ષે આશ્લેષા નક્ષત્રનો યોગ જોઈએ તો, સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં મંગલમય શુભ પ્રવેશ Dt: 03-08-2027 ના રોજ મંગળવારે બપોર પછી 4:37 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર મઘા છે. વાહન શિયાળનું છે. આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદના યોગ જોવા મળી રહ્યા છે.

મઘા નક્ષત્ર 2027

મઘા નક્ષત્ર એટલે મોંઘેરુ નક્ષત્ર. મઘા નક્ષત્રના વરસાદને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ અંગે આપણે અગાઉની પોસ્ટમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો વર્ષ 2027 દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 17-08-2027 ના રોજ મંગળવારે બપોરે 2:14 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર ઘનિષ્ઠા છે. વાહન મોરનું છે. મિત્રો આ વર્ષે મઘા નક્ષત્ર સંજોગ્યું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને અનુસંધાને મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં સારા વરસાદની સંભાવના ઉભી થાય.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2027

પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને આપણે પુરબા નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. આ નક્ષત્ર પણ ખેતીવાડીના પાકોમાં ખૂબ જ લાભદાયી છે. એટલે કે આ નક્ષત્રમાં વરસાદ થાય તો, ખેતીના પાકોમાં ખૂબ જ સારું ગણાય. તો વર્ષ 2027 દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 31-08-2027 ના રોજ મંગળવારે સવારે 10:16 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર મઘા છે. વાહન હાથીનું છે. મિત્રો આ વર્ષે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અર્ધ સંજોગ્યું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિને અનુસંધાને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મધ્યમ વરસાદના યોગ ઉભા થાય.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2027

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ગુજરાતના લોકો ઓતરા નક્ષત્રના નામથી પણ ઓળખે છે. "જો વરસે ઓતરા તો ધાન ન ખાય કુતરા" આવી લોક કહેવતથી પ્રચલિત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની વાત કરીએ તો, સૂર્યનારાયણ ભગવાનનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 13-09-2027 ના રોજ મંગળવારે થશે. ચંદ્ર નક્ષત્ર ઘનિષ્ઠા છે. વાહન દેડકાનું છે. મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન આ વર્ષના યોગ મુજબ વરસાદની સંભાવના સારી ઉભી થાય.

હસ્ત નક્ષત્ર 2027

હસ્ત નક્ષત્રથી આપણે બધા ખૂબ જ પરિચિત છીએ. આ નક્ષત્રને આપણે હાથીયો નક્ષત્રના નામથી ઓળખીએ છીએ. તો મિત્રો વર્ષ 2027 દરમિયાન હસ્ત નક્ષત્ર અંગેની વાત કરીએ તો, સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 27-09-2027 ના રોજ સોમવારે સાંજે 7:37 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર મઘા છે. વાહન ભેંસનું છે. મિત્રો આ વર્ષે હાથીયો નક્ષત્ર અર્ધ સંજોગ્યું જોવા મળી રહ્યું છે. ટુંકમાં આ વર્ષના યોગ મુજબ હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના ઊભી થાય. તો કોઈ કોઈ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પણ થાય.

ચિત્રા નક્ષત્ર 2027

ચિત્રા નક્ષત્ર અંગેની વાત કરીએ તો, આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્રમાં મંગલમય પ્રવેશ Dt: 11-10-2027 ના રોજ સોમવારે સવારે 8:36 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર ઘનિષ્ઠા છે. વાહન ઘોડાનું છે. ચિત્રા નક્ષત્ર આ વર્ષે સંજોગ્યું જોવા મળી રહ્યું હોવાથી આ વર્ષના યોગ મુજબ ચિત્રા નક્ષત્રમાં વરસાદનો માહોલ સારો રહે.

સ્વાતિ નક્ષત્ર 2027

ચોમાસાનું છેલ્લું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર. જો કે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને આપણે માવઠાનો વરસાદ પણ ગણીએ છીએ. કેમ કે આ સ્વાતિ નક્ષત્રમાં લગભગ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોય છે. સ્વાતિ નક્ષત્ર અંગેની વાત કરીએ તો, આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 24-10-2027 ના રોજ રવિવારે સાંજે 7:10 મિનિટે થશે. ચંદ્ર નક્ષત્ર મઘા છે. વાહન મોરનું છે. તો મિત્રો આ વર્ષના યોગ મુજબ સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના ગણાય.


Disclaimer: મિત્રો આ પોસ્ટમાં વરસાદના નક્ષત્ર 2027 સંબંધિત જે માહિતી અપડેટ કરવામાં આવી છે, તે World Weather Radar વેબસાઈટની પર્સનલ માહિતી નથી. વરસાદના નક્ષત્ર 2027 અંગેની તમામ માહિતી વિક્રમ સવંત 2083 ના સાલમાં જોવા મળી રહેલા યોગને આધારે લેવામાં આવેલી છે. આ વાતની નોંધ દરેક મિત્રોએ ખાસ લેવી ખૂબ ખૂબ આભાર.

⬅ પાછા મુખ્ય પેજ પર જાઓ