પવનના આધારે વરસાદની આગાહી

નમસ્તે મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં આપણે વરસાદની આગાહી અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. ચોમાસા દરમિયાન પવનના આધારે વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત ખૂબ જ વિસ્તારથી માહિતી મેળવવાની કોશિશ કરશું.

પવનનું વિજ્ઞાન

મિત્રો જ્યારે જ્યારે ચોમાસામાં બંગાળની ખાડી કે અરબસાગરમાં વરસાદી સિસ્ટમનું નિર્માણ થાય છે. ત્યારે ત્યારે એ પવનના વિજ્ઞાનને આધારિત જ સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. જેટલા પવનો ચક્રવાતી દરિયાઈ સપાટી ઉપર બને છે, ત્યારે વરસાદની સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. અને આવી વરસાદી આ સિસ્ટમ મજબૂત થઈને મેદાની ભાગ ઉપર આવીને ભારેથી અતિ ભારે વરસાદ વરસતો હોય છે.

પવનનું વિજ્ઞાન જૂનું છે. ખાસ કરીને પ્રાચીન શાસ્ત્રોમાં પણ આનું વર્ણન જોવા મળે છે. મિત્રો ચોમાસા પહેલા પણ પવનનું અવલોકન આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. જેમ કે ઉતાસણીનો પવન અને અખાત્રીજનો પવન. આ બંને દિવસે પવનના ઇશારા ઉપર આવનારું ચોમાસું ઉભું રહેતું હોય છે. જોકે હોળીનો પવન અને અખાત્રીજના પવન અંતર્ગત આપણે કોઈ નવી પોસ્ટમાં ચર્ચા કરશું.

આજે આપણે આ પોસ્ટમાં પવનના આધારે વરસાદની આગાહી સંબંધિત ચોમાસામાં કયો પવન ફૂંકાતો હોય તો, વરસાદની સંભાવના કેવી રહેતી હોય છે. એ અંગે વાત કરશું. મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન પછી ભલે ગમે તે વરસાદનું નક્ષત્ર હોય. પરંતુ પવનની પેટર્નની આધારે આવનારા દિવસોમાં એટલે કે ચોમાસામાં જે દિવસે પવન ફૂંકાતો હોય ત્યારબાદ વરસાદની સંભાવના કેવા રહેશે, એ અંગે માહિતી મેળવવાની કોશિશ કરીએ.

ચોમાસું પવન અને વરસાદની આગાહી

મિત્રો ઉપરના હેડિંગથી તમને આશ્ચર્ય થશે કે, ચોમાસું પવન આપણે કેમ કહ્યું છે. કેમકે મિત્રો ઉનાળાના દિવસોમાં મુખ્યત્વે પશ્ચિમનો પવન ફૂંકાતો હોય છે. જેમ જેમ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નજીક આવતું જાય છે. તેમ તેમ પવન પણ દક્ષિણ પશ્ચિમનો થતો જાય છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે સાઉથ-વેસ્ટ એટલે જ આપણા ભારતમાં ચોમાસાને સાઉથ-વેસ્ટ મોન્સૂન પણ કહેવામાં આવે છે.

સાઉથ-વેસ્ટના પવન થવાની સાથે જ ધીરે ધીરે ચોમાસું અરબસાગર તેમજ બંગાળની ખાડીમાં આગળ વધતું હોય છે. ચોમાસાની શરૂઆતમાં એન્ટ્રી અંદમાન નિકોબારની દક્ષિણના બંગાળની ખાડીમાં થતું હોય છે. જે ક્રમશઃ આ સાઉથ-વેસ્ટ પવન મજબૂત બનતા જાય છે, તેમ તેમ ઉત્તર બંગાળની ખાડી અને શ્રીલંકા સહિત અરબસાગરમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થાય છે. અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને લગભગ 15 જૂનની આજુબાજુ ગુજરાતના કાંઠે આવી પહોંચતું હોય છે. જેનું મુખ્ય રીઝન સાઉથ-વેસ્ટના પવનો જ ગણી શકાય.

પવનની દિશા અને વરસાદની આગાહી

હવે મિત્રો આપણે મુખ્ય વાત ઉપર આવીએ. ચોમાસાના દિવસો દરમિયાન પવનનો ખાસ અભ્યાસ કરવો. આપણે દરેક દિશાના પવનો અને દરેક ખૂણાના પવનો આ પોસ્ટમાં આવરી લેશું. જે તે દિવસે ક્યો પવન ફૂંકાય તો, આવનારા દિવસોમાં વરસાદની આગાહી કેવી જોવા મળશે. એટલે કે વરસાદની સંભાવના કેવી ઊભી થશે એ અંગે માહિતી મેળવીએ.

પૂર્વ દિશાનો પવન

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન જો પૂર્વનો પવન મંદ ફૂકાતો હોય તો, વરસાદની સંભાવના રહેશે. પરંતુ વ્યાપક વરસાદ નહીં પડે એટલે કે સાર્વત્રિક વરસાદ ન પડે. મિત્રો પૂર્વના પવનથી ખંડ વૃષ્ટિના યોગ વધુ ઉભા થતા હોય છે. એટલે પૂર્વના પવનને સાર્વત્રિક વરસાદ આપનારો પવન ગણવામાં આવતો નથી. આ વાતની ખાસ નોંધ લેવી.

દક્ષિણ દિશાનો પવન

હવે મિત્રો દક્ષિણ દિશાના પવનની વાત કરીએ. ચોમાસાના દિવસોમાં ગમે તે નક્ષત્ર હોય પરંતુ જો દક્ષિણનો પવન ફૂંકાતો હોય તો, દુષ્કાળની નિશાની સમજવી. દક્ષિણના પવનથી આકાશ ઘનઘોર તો બનતું હોય છે, પણ વરસાદની સંભાવના નહિવત ઊભી થતી હોય છે. એટલે કે વરસાદની ના બરાબર શક્યતા ગણવી. એટલે દક્ષિણ દિશાના પવનને ખૂબ જ અશુભ કહ્યો છે. ચોમાસાના દિવસોમાં જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો, વરસાદની આશા રાખવી નહીં.

પશ્ચિમ દિશાનો પવન

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન જો પશ્ચિમ દિશામાંથી પવન એકધારો ફુકાતો હોય તો, વરસાદ સારો થશે. હેલીનો માહોલ ખાસ કરીને શ્રાવણ મહિનામાં ઊભો થાય. જો શ્રાવણ મહિનામાં પશ્ચિમ દિશામાંથી પવન એકધારો ફૂંકાતો હોય તો, સરૂડે સરૂડે વરસાદ દરરોજ થોડો જાજો થોડો જાજો જોવા મળશે. આ વાતમાં કોઈ શંકા રાખવી નહીં.

ઉત્તર દિશાનો પવન

હવે મિત્રો ઉત્તરના પવનની વાત કરીએ. ચોમાસાના દિવસો દરમિયાન જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાતો હોય તો, તાંબાના પત્ર ઉપર લેવું લખી લેવું કે, આવનારા સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થશે. અને આ વરસાદ સાર્વત્રિક વરસાદ જોવા મળશે. એટલે ઉત્તરના પવનને ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મિત્રો ચોમાસામાં ઉત્તરનો પવન ત્યારે જ નીકળે છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવતી હોય, ત્યારે આ નિશાની જાણવી. ટૂંકામાં ચોમાસું દિવસો દરમિયાન જો ઉત્તરનો પવન ફૂંકાય તો, સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થશે.

મિત્રો આપણે પવનની દિશા ઉપરથી વરસાદની આગાહી અંગે જે દિશાની વાત કરી છે. કે ચોમાસાના દિવસો દરમિયાન કઈ દિશામાંથી પવન ફૂંકાય તો, વરસાદ કેવો રહે. એ મુજબ હવે આપણે ચોમાસાના દિવસો દરમિયાન ક્યાં ખૂણામાંથી પવન ફૂંકાય તો, આવનારા દિવસોમાં વરસાદની સંભાવના કેવી ઊભી થશે? એ અંગેની માહિતી મેળવીએ.

વરસાદ અને પવનનું ગુપ્ત વિજ્ઞાન (ખૂણાઓના પવનો)

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન વરસાદની પેટર્ન, પવનની દિશા અને પવનને આધારે જ નક્કી થતી હોય છે. તો જો ચોમાસાના દિવસો દરમિયાન ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો, ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા થાય. પરંતુ આ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે જોવા મળે છે. એટલે ઈશાન ખૂણામાંથી જો પવન ફૂંકાય તો, તોફાની વરસાદની સંભાવના ગણવી.

મિત્રો ચોમાસું સત્ર દરમિયાન એટલે કે ચોમાસાના દિવસો દરમિયાન પછી નક્ષત્ર ભલે ગમે તે હોય. પરંતુ આ દિવસોમાં જો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો, નક્કી દુષ્કાળ પડશે. આવનારા નજીકના દિવસોમાં વરસાદની મોટી ઘટ ઉભી થશે. અગ્નિ ખૂણાના પવનથી આકાશમાં કાળા વાદળા તો છવાશે પરંતુ વરસાદનું ટીપું પણ નહીં પડે. માટે આ સિદ્ધાંતને ખાસ અનુભવ કરવો.

હવે મિત્રો નૈઋત્ય ખુણા અંગેની વાત કરીએ. ચોમાસાના દિવસોમાં મુખ્યત્વે નૈઋત્યનો પવન જ વધારે પડતો ફૂંકાતો હોય છે. મિત્રો નૈઋત્યના પવન ફુકાવાથી વરસાદની શક્યતા ઓછી તો ગણાય પરંતુ, જો કોઈ બંગાળની ખાડી આધારિત જો વરસાદની શરૂઆત થઈ જાય અને નૈઋત્યનો સ્પીડલી પવન ફૂંકાવે તો, વરસાદની એલી પણ થાય. અને આ વરસાદ બે દિવસ પાંચ દિવસ આઠ દિવસ કે 10 દિવસ સુધી એકધારો એકધારી ગતિએ પડતો હોય છે. એટલે આ પવનને મધ્યમ પવન ગણી શકાય અને નૈઋત્યના પવનને ચોમાસાનો પ્રાણદાતા પવન પણ ગણી શકાય.

અને હવે છેલ્લે મિત્રો વાયવ્ય ખૂણાની વાત કરીએ ચોમાસાના દિવસો દરમિયાન જો સળંગ ત્રણથી ચાર દિવસ વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો, સમગ્ર રાજ્યમાં જળ પ્રલય થાય. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થાય. નદીનાળા છલકાય એટલો વરસાદ પડે. એટલે વાયવ્ય ખૂણાના પવનને ગેરેન્ટેડ પવન તરીકે પણ ગણવામાં આવે છે. ચારેય ખૂણામાંથી વાયવ્ય ખૂણાના પવનને ઉત્તમ ગણવામાં આવે છે. અને અમુક લોકો આ પવનને સૂર્યો પવન પણ કહે છે.

સારાંશ અને વિશેષ નોંધ

હવે ચારે દિશા અને ચારેય ખૂણાનો એક સારંશ લઈએ તો, ખૂણામાં વાયવ્ય ખૂણાના પવનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્યારે દિશાની વાત કરીએ તો, ઉત્તર દિશા તેમજ પશ્ચિમ દિશાના પવનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો ચોમાસાના દિવસો દરમિયાન આવો પવન જોવા મળે તો, નક્કી વરસાદ થશે થશે અને થશે. આ વાતની ગાંઠ બાંધી લેવી.

તો દરેક મિત્રોએ ઉપર આપણે જે પવનના આધારે વરસાદની આગાહી સંબંધિત વાત કરી છે. એ અંગે ખાસ અનુભવ કરવો. ચોમાસાના દિવસો દરમિયાન સતત ક્યો પવન ફૂંકાતો જોવા મળે તો, આવનારા સમયમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેનું એક સચોટ અનુમાન લગાવી શકાય.

ખાસ નોંધ: મિત્રો આપણે ઉપરની પોસ્ટમાં એટલે કે આ પોસ્ટમાં પવનના આધારે વરસાદનું વિજ્ઞાન સંબંધિત જે માહિતી એકત્ર કરીને અહીં પોસ્ટ કરી છે. એ World Weather Radar વેબસાઇટની પર્સનલ માહિતી નથી. આ વાતની ખાસ નોંધ લેવી. મિત્રો આ માહિતી આપણે ભડલી સંહિતા તેમજ વરસાદની આગાહીને લગતા જુદા જુદા સાહિત્યમાંથી એકત્રિત કરીને અહીં મૂકવામાં આવી છે. માટે આ વાતની ખાસ નોંધ લેવી ખૂબ ખૂબ આભાર.

← પાછા મુખ્ય પેજ પર જાઓ