આ પોસ્ટમાં નક્ષત્ર ની યાદી 2027 મુજબ વર્ષ 2027 નું ચોમાસું કેવું રહેશે? ચોમાસાની ચાલ કેવી રહેશે? ચોમાસું 2027 અંતર્ગત વરસાદના નક્ષત્ર મુજબ ચોમાસાની ચાલ કેવી રહેશે? એ અંગેની માહીતી આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ સચોટ આગાહી રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ ખૂબ જ માહિતી ને તમારા વિવિધ સોશિયલ ગ્રુપમાં શેર જરૂરથી કરવી.
મિત્રો આજની યુવા પેઢીને નક્ષત્ર આધારિત મેઘ વર્તારો આ શબ્દ થોડોક નવીન લાગશે. કેમકે નક્ષત્ર આધારિત મેઘ વર્તરો આજના યંગ જનરેશનને સમજવામાં બંધ બેસતો નથી. કેમકે આજના આધુનિક વૈજ્ઞાનિક યાંત્રિક યુગમાં હવામાનના વિવિધ મોડેલો મુજબ વરસાદની સંભાવના કેવી ઊભી થશે? એ આંગળીના ટેરવે જાણી શકાય છે. પરંતુ પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનમય ટેકનોલોજીનો સમય ન હતો, ત્યારે લોકો નક્ષત્ર આધારિત મેઘ વર્તારો જોતા હતા. વિવિધ નક્ષત્રોમાં કેવા યોગનું નિર્માણ થાય તો, વરસાદની સંભાવના કેવી ઊભી થાય? આ અંગેની સચોટ માહિતી નક્ષત્ર આધારિત મેળવતા હતા.
એમાં પણ ચોમાસું જ્યારે ગુજરાતમાં નજીક આવતું હોય ત્યારે ગુજરાતના લોકોના મનમાં વરસાદના નક્ષત્ર અચૂક આવી જતા હોય છે. કેમકે મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતથી લઈને બધા વરસાદના નક્ષત્રો એટલે કે મૃગશીર્ષ નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધીમાં કેવા યોગનું નિર્માણ થાય તો, તે નક્ષત્રમાં વરસાદ કેવો રહે? આ અંગેનું અનુમાન મેળવતા રહેતા હોય છે. તો આજની આ ખેડૂત ઉપયોગી એવી પોસ્ટમાં નક્ષત્ર મુજબ ચોમાસાની ચાલ કેવી રહેશે? આ વર્ષના યોગ પ્રમાણે એટલે કે વિક્રમ સવંત 2083 ના સાલના યોગ પ્રમાણે વરસાદના નક્ષત્રનો પ્રભાવ ચોમાસામાં કેવો રહેશે? એ અંગેની માહિતી મેળવવાની કોશિશ કરશું.
ચોમાસું 2027 દરમિયાન પ્રથમ નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રની વાત કરીએ તો, મિત્રો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદનો પ્રમાણ સારું એવું જોવા મળશે. જોકે વાહન થોડું વરસાદને પ્રિય જણાતું નથી. વાહન ઘેટાનું હોવાથી આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. આ નક્ષત્રમાં પવનનું જોર વધુ પડતું જોવા મળશે. કેમકે મોટાભાગના વર્ષોમાં આ નક્ષત્રની શરૂઆતથી જ પવનનું જોર વધુ રહેતું હોય છે. એટલે આ વર્ષે પણ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વા વંટોળ ધૂળ ડમરીનું પ્રમાણ વધુ જોવા મળી શકે.
આ વર્ષના નક્ષત્રની ચાલ મુજબ ગુજરાતમાં આદ્રા નક્ષત્રના સમયગાળામાં વરસાદની સંભાવના મધ્યમ ઊભી થશે. ટૂંકમાં વરસાદનું આગમન આદ્રા નક્ષત્રમાં થાય એવા યોગ આ વર્ષમાં જોવા મળી રહ્યા છે. મિત્રો આદ્રા નક્ષત્રમાં સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ રહેશે. જોકે આ વર્ષે આદ્રા નક્ષત્રનું વાહન પણ વરસાદની ગતિવિધિને પ્રિય નથી. કેમકે આ વર્ષે આદ્રા નક્ષત્રનું વાહન ગધેડાનું છે. એટલે વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.
હવે આપણે વરસાદના નક્ષત્રની ત્રીજા નંબરે આવતા પુનવર્સુ નક્ષત્રની વાત કરીએ તો, મિત્રો આ વર્ષના યોગ પ્રમાણે પુનવર્સુ નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી એવી ઊભી થઈ શકે. સાર્વત્રિક વરસાદના યોગ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ઉભા થાય. મોટેભાગે આ નક્ષત્રમાં પવન સાથે વરસાદનું જોર વધુ જોવા મળતું હોય છે. એમાં પણ આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ વાહન દેડકો હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની એક્ટિવિટી સારી રહી શકે.
ખૂબ જ શુભ અને બધા ક્ષેત્રે મહત્વ ધરાવતું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. વિક્રમ સવંત 2083 ની સાલના પુષ્ય નક્ષત્રના યોગ જોઈએ તો, વાહન વરસાદને ખૂબ જ પ્રિય છે. વાહન ભેંસનું હોવાથી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના યોગ આ વર્ષના જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. મિત્રો જો આ નક્ષત્રમાં વરસાદની શરૂઆત થાય તો, હેલીના રૂપે મોટે ભાગે જોવા મળતી હોય છે. જે આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં અનુભવી ચૂક્યા છીએ. તો આ વર્ષે પુષ્ય નક્ષત્રના યોગ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે.
હવે આપણે પાંચમા ક્રમે આવતા નક્ષત્રની વાત કરીએ. નામ છે આશ્લેષા નક્ષત્ર. જેને પવનનું નક્ષત્ર પણ કહેવામાં આવે છે. કેમકે આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટે ભાગે ભારે પવન ફૂંકાતો જોવા મળતો હોય છે. પવનની સાથે વરસાદી ઝાપટા પણ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. મિત્રો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આશ્લેષા નક્ષત્રનું વાહન વરસાદને પ્રિય નથી. વાહન શિયાળનું હોવાથી આ વર્ષે આ નક્ષત્રમાં વરસાદના ચાન્સ મધ્યમ ગણી શકાય.
હવે વાત કરીએ મઘા નક્ષત્રની. મઘા નક્ષત્રથી તો બધા જ ખેડૂત મિત્રો પરિચિત હોય છે. કેમ કે મઘા નક્ષત્રને ચોમાસાના બધા નક્ષત્રોમાં વિશેષ મહત્વ આપણે આપીએ છીએ. તો આ વર્ષના યોગ મુજબ આ વર્ષે મઘા નક્ષત્રના ચરણમાં વરસાદની સંભાવના મધ્યમ રહી શકે. આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ગુજરાતમાં મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન છુટા છવાયા વરસાદની આશા રાખી શકાય. જો કે આ નક્ષત્રનું વાહન આ વર્ષે વરસાદને પ્રિય છે. વાહન મોરનું હોવાથી ઘણી જગ્યાએ વરસાદના યોગ સારા ઉભા કરશે.
વરસાદના નક્ષત્ર ની યાદીમાં આવતા સાતમા ક્રમનું નક્ષત્ર એટલે પુરબા નક્ષત્ર. મિત્રો પુરબા નક્ષત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ ઘણા વર્ષે જોવા મળતો હોય છે. ભારે પવન અને ગાજવીજ સાથે આ નક્ષત્રમાં વરસાદના ચિત્રો ઉભા થતા હોય છે. તો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ પુરબા નક્ષત્રમાં મધ્યમ વરસાદની સંભાવના જણાઈ રહી છે. વાહન આ વર્ષે વરસાદને ખૂબ જ પ્રિય છે. વાહન હાથીનું હોવાથી પુરબા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી ઉભી થાય.
આઠમા નંબરે આવતું નક્ષત્ર એટલે ઓતરા નક્ષત્ર. મિત્રો આ વર્ષના યોગ મુજબ ઓતરા નક્ષત્રનું વાહન વરસાદને ખૂબ જ પ્રિય છે. વાહન દેડકાનું હોવાથી ઓતરા નક્ષત્રના સમયગાળા દરમ્યાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના સારી ઉભી થાય એવા ચિત્રો વિક્રમ સવંત 2083 ના સાલના યોગમાં જોવા મળી રહ્યા છે.
ઘનનનન ઘોર ગરજતું નક્ષત્ર એટલે હાથીયો નક્ષત્ર. મિત્રો આ વર્ષના પંચાંગના યોગ મુજબ હાથીયા નક્ષત્રની વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદના ચિત્રો આ વર્ષે જોવા મળી શકે છે. આ વર્ષનું હાથીયાનું વાહન વરસાદને પ્રિય જોવા મળી રહ્યું છે. વાહન ભેંસનું હોવાથી હાથીયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના સારી ઊભી થાય.
વરસાદના નક્ષત્રમાં દસમાં નંબરે આવતું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર. ઘેલી ચિત્રાની વાત કરીએ તો, વિક્રમ સવંત 2083 ના વર્ષના યોગ મુજબ ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ સારો થાય. જો કે વાહન વરસાદને પ્રિય નથી. આ વર્ષે ચિત્રા નક્ષત્રનું વાહન ઘોડાનું હોવાથી મધ્યમ વરસાદની સંભાવના ગણાય.
વરસાદના નક્ષત્ર ની યાદી મુજબ વરસાદનું છેલ્લું નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્ર. સ્વાતિ નક્ષત્રના આ વર્ષના યોગ મુજબ વાહન વરસાદને અતિ પ્રિય છે. વાહન મોરનું હોવાથી આ વર્ષે સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના મધ્યમ રહેતી જણાય. એકંદરે નક્ષત્રની ચાલ મુજબ ચોમાસું 2027 દરમ્યાન વરસાદ મધ્યમ અને સંતોષકારક રહે.
ખાસ નોંધ: મિત્રો આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલી નક્ષત્ર ની યાદી 2027 ની વાત એ World Weather Radar વેબસાઈટની પર્સનલ માહિતી નથી. નક્ષત્ર મુજબ ચોમાસાની ચાલ અંતર્ગત આ માહિતી આપણે આ વર્ષના જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળી રહેલા યોગને આધારે રજૂ કરી છે. માટે આ વાતની ખાસ નોંધ લેવી.