મિત્રો મહા મહિનો એટલે કે શિયાળાનો છેલ્લો મહિનો ગણી શકાય. તો આજની આ વિશેષ પોસ્ટમાં મહા મહિનાના ભડલી વાક્યો મુજબ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગેની ખૂબ જ મહત્વની વાત કરશું. આ સંપૂર્ણ મહા મહિનાના વર્તારા મુજબ ચોમાસું લક્ષી માહિતી ભડલી સંહિતાના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે.
શિયાળાનો છેલ્લો મહિનો એટલે મહા મહિનો. આ મહિનામાં ધીરે ધીરે ઠંડીની વિદાય શરૂઆત થતી હોય છે. જોકે મહા મહિનાના અંજવાળિયા પક્ષમાં ઠંડીનો માહોલ જોવા મળતો હોય છે. જ્યારે અંધારીયા પક્ષમાં એટલે કે વદ પક્ષમાં ઠંડીનો મહાલ ધીરે ધીરે ગુજરાતમાં ઓછો થતો હોય છે. મિત્રો મહા મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ઝાકળ વર્ષાનું પ્રભુત્વ વધારે પડતું જોવા મળતું હોય છે.
મહા મહિનાના પાછલા પખવાડિયામાં આકાશમાં જો વાદળા જોવા મળે તો, આવનારું ચોમાસું સારું જાય આવી વાત પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળી રહી છે. જો આવા સંજોગોમાં ઝાકળનો રાઉન્ડ ચાલુ હોય તો, આનું ખાસ વિશેષ ફળ ચોમાસામાં મળતું નથી. એટલે મહા મહિનાના પાછલા પખવાડિયાના દિવસોનો ખાસ અનુભવ કરવો. આ દિવસોમાં જો વાદળછાયું હવામાન રહેતું હોય અને ઝાકળનો રાઉન્ડ ન જણાય તો, આવનારૂ ચોમાસું ટનાટન રહેશે.
મહા મહિનાનો ગર્ભ ચોમાસાના પાછલા નક્ષત્રોમાં સારો વરસાદ આપનારો સિદ્ધ થાય છે. જો મહા મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય ક્રમશ ઓછું થતું જાય તો, ઋતુ નિયમિત ગણવી. અને જો મહા મહિનામાં માવઠું થાય તો પણ આવતા ચોમાસા માટે સારા પરિબળો ગણી ગણી શકાય. એટલે જ મહા મહિનાના માવઠાને ખેડૂતો પ્રાધાન્યતા આપે છે. જેથી આવનારું ચોમાસું સારું રહે છે.
મહા મહિનાના ભડલી વાક્યો અંગે થોડોક અભ્યાસ કરીએ. મહાસુદ એકમના દિવસે જો પવન સાથે વાદળ હોય તો, તેલેબિયા પાકોનું ઉત્પાદન ઓછું થાય. તેલ તૈલી પદાર્થોના ભાવ ઊંચા જોવા મળે. એટલે કે આ પદાર્થો મોંઘા થાય. માટે જ મહા સુદ એકમના દિવસનો ખાસ અભ્યાસ કરવો. મિત્રો મહા મહિનો બેસતા જ, જો આકાશમાં કાત્રો કસ હોય તો, તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઓછું આવે. આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
હવે મહા મહિનાની અજવાળી બીજની વાત કરીએ. મિત્રો ભડલી વાક્યોના સિદ્ધાંત મુજબ મહા સુદ બીજના દિવસે વાદળા થાય તો, અન્નનું ઉત્પાદન ઓછું થાય. એટલે મહા મહિનાના અંજવાડિયા પક્ષના બીજના દિવસે વાદળા ન હોય તો ઉત્તમ ગણવું. જેથી અન્નુ ઉત્પાદન ખૂબ સારું એવું થાય.
મિત્રો ભડલી વાક્યો મુજબ મહા સુદ ત્રીજના દિવસે વરસાદના છાંટા પડ્યા સિવાય ગાજવીજ થાય એટલે કે માત્ર અને માત્ર ખાલી ગાજવીજ થાય કમોસમી વરસાદ એટલે કે માવઠું ન થાય તો અનનું ઉત્પાદન ઓછું આવે એવું જાણવું. માટે મિત્રો મહા સુદ ત્રીજના દિવસે હવામાનનું ખાસ અવલોકન કરવું.
આગળ વાત કરીએ તો, મહા સુદ ચોથના દિવસે વરસાદી કાળા વાદળા આકાશમાં જોવા મળે તો, નાગરવેલના પાન, કેળ અને નાળિયેરનું ઉત્પાદન ઓછું થાય આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે. એ જ રીતે મહા સુદ પાંચમનું ખાસ અવલોકન કરવું. મહા મહિનાના અંજવાળી પાંચમે જો ઉત્તરનો પવન ફૂંકાતો હોય તો, ભાદરવો મહિનો વરસાદ વગરનો કોરો જાય.
મહા સુદ છઠની વાત કરીએ તો, જો મહા સુદ છઠના દિવસે સોમવાર હોય તો, તેલ ઘી મોંઘા થાય. અને એ દિવસે વાદળ ગાજે કે વરસે તો કપાસના ભાવ ખૂબ જ આસમાને ચડે એટલા વધે. મહા સુદ સાતમે જો સૂર્ય વાદળાએથી ઘેરાયેલો હોય તો, અષાઢ મહિનામાં સારો વરસાદ થાય. અને જો તે દિવસે હિમ પડે, વીજળી થાય તો ચોમાસાના ચારેય મહિનામાં ખૂબ જ સારો વરસાદ થાય. જો તે દિવસે સોમવાર હોય તો ચોક્કસ દુષ્કાળ પડે. રાજકારણીઓમાં સત્તાની મારામારી થાય અને લોકો દુઃખી થાય.
મિત્રો મહા સુદ આઠમે સૂર્ય વાદળાએથી ઢંકાયેલો હોય અને તે રાત્રે જો ચંદ્ર નિર્મળ એટલે કે વાદળા વિહોણો જોવા મળે તો, રાજા જેવા માણસને પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. મહા મહિનાના દિવસો દરમ્યાન જો ઠંડીનું સામ્રાજ્ય જોવા ન મળે તો, અનનું ઉત્પાદન ઓછું થાય. મહા મહિનામાં જો પાંચ રવિવાર આવતા હોય તો, દુષ્કાળનો ભય રહે. આવી એ વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
હવે એક ખાસ અવલોકન કરવું. મહા સુદ નોમના દિવસે વાદળા ન હોય તો, શ્રાવણ મહિનો કોરો જાય વરસાદ ન થાય. તે દિવસે ચોથા પ્રહરમાં જો વાદળા જોવા મળે તો, ભાદરવા મહિનામાં ડેમ છલકાય નદીનાળા છલકાય, તળાવો તૂટે એટલો વરસાદ થાય. અને આ નોમની રાત્રે ચંદ્રની આજુબાજુ જળ કુંડાળું જોવા મળે તો, અષાઢ મહિનામાં ચોક્કસ વરસાદ થાય. પરંતુ અનાજ પણ મોંઘા થાય આવી વાત ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.
હવે મહા સુદ પૂનમની વાત કરીએ. મહા સુદ પુનમની રાત્રે જેમ વધુ વાદળો તેમ વરસાદ ઓછો. વાદળાનું પ્રમાણ જેટલું ઓછું તેટલું ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધારે. આ નિયમ પ્રમાણે પૂનમની રાતના ચાર ભાગ પાડીને આકાશ દર્શન કરવું. આ ચાર ભાગમાં આગામી ચોમાસાના અષાઢથી આસો મહિના એમ ચાર મહિના ગણીને ચોમાસાનો અંદાજ લગાવો.
મહા મહિનાની પૂનમે ચંદ્ર નિર્મળ હોય તો નક્કી દુષ્કાળ પડે. મહા મહિનાની અંધારી સાતોમે જો આકાશમાં વાદળ વીજળી થાય તો, ચોમાસામાં ચારેય મહિનામાં વરસાદ સારો થાય. મહા મહિનાની અંધારી નોમના દિવસે જો મૂળ નક્ષત્ર હોય અથવા શુક્રવાર આવતો હોય તો, ભાદરવા મહિનાની અંધારી નોમના દિવસે ચોક્કસ વરસાદ થાય. મહા મહિનાની અમાસના દિવસે જો વાદળા હોય તો, આગામી ચોમાસામાં ભાદરવા મહિનાની પૂનમે વરસાદ થવાથી લીલાલેર થાય. આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
મહા મહિનો એટલે ઉનાળુ બેસવાનો દરવાજો ગણી શકાય. મહા મહિનાની વિદાય બાદ ધીરે ધીરે ગરમીનો પ્રકોપ વધવા લાગે છે. એટલે જ મહા મહિનાના જે ચિત્રો જોવા મળે એનું અવલોકન કરતા આવનારું ચોમાસું કેવું રહે છે, એનો કંઈક અંશે ભેદ મળી જતો હોય છે. જો મહા મહિનો બેસતા કોમોસમી વરસાદ થાય તો, આવનારા ચોમાસામાં કોઈ જાજો મોટો વિક્ષેપ પડતો નથી. સરેરાશ વરસાદની આજુબાજુ ચોમાસું પુરવાર થતું હોય છે. પરંતુ જો મહા મહિનો ઉતરતા એક પછી એક ઝાકળના મોટા રાઉન્ડ આવતા હોય તો મહા મહિનામાં બનેલા ગર્ભનો નાશ થાય છે.
મહા મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુલાબી ઠંડી અને બીજા પખવાડિયામાં દિવસે ભલે ગરમીનો માહોલ હોય, રાત્રે ગુલાબી ઠંડીનો માહોલ મોટાભાગના દિવસોમાં હોય તો, ઋતુનું બેલેન્સ ગણવું. એટલે કહેવાનો મતલબ એવો કે, જેમ શિયાળો વ્યવસ્થિત ગયો હોય એ જ રીતના ઉનાળો પણ વ્યવસ્થિત જાય તપે અને ચોમાસું પણ નિયંત્રિત રહે છે એટલે કે ચોમાસામાં કોઈ વરસાદની ઉણપ આવતી નથી.
માટે મિત્રો ઉપર જે જે મહા મહિના સંબંધિત વર્તારાની વાત આપણે રજૂ કરી છે, એ દરેક દિવસોનો ખાસ અવલોકન કરવું. જેથી ચોમાસામાં તેની પરિસ્થિતિનું પરિણામ કેવું જોવા મળે એ આપણે જાણી શકીએ. આમ પણ આ પ્રાચીન શાસ્ત્ર કંઈક ખોટું પણ હોતું નથી. એટલે જ ભડલી વાક્યો આજે દરેક ખેડૂતોના મુખમાં ગુંજતા હોય છે.
ખાસ નોંધ: મિત્રો આ પોસ્ટમાં જે મહા મહિનાના ભડલી વાક્યોના વર્તારા મુજબ જે વાત અહીં અપલોડ કરવામાં આવી છે. તે World Weather Radar વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. આ તમામ માહિતી આપણે પ્રાચીન શાસ્ત્રોના આધારે રજૂ કરવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી. બધા જ ખેડૂત મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર.