મૃગ નક્ષત્ર અને ભડલી સંહિતા: પ્રાચીન લોકવાયકા આગાહી

ભડલી સંહિતા એટલે ખેડૂતોને આવનારૂ ચોમાસું કેવું રહેશે? તેનું અનુમાન લગાવવા માટેનું પ્રાચીન શાસ્ત્ર. ભડલી વાક્યો તેમજ પ્રાચીન લોકવાયકા મુજબ આવતું ચોમાસું કેવું રહેશે? તે અંગેની આ પોસ્ટમાં મૃગ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભડલી સંહિતા પ્રમાણે કેવા પ્રાચીન યોગનું નિર્માણ થાય તો, ચોમાસાની શરૂઆત કેવી રહે? એ અંગે વિસ્તારથી માહિતી આ પોસ્ટમાં મેળવશું. ખાસ કરીને મૃગ નક્ષત્ર અને ભડલી સંહિતા પ્રમાણે મૃગ નક્ષત્રમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, તેની અસર ચોમાસામાં કેવી જોવા મળે? એ અંતર્ગત વિસ્તારથી માહિતી મેળવશું.

મૃગ નક્ષત્ર

મૃગ નક્ષત્ર એટલે ચોમાસાના મુખ્ય નક્ષત્ર પહેલાનું નક્ષત્ર. જેમ કે ચોમાસાની મુખ્ય શરૂઆત આદ્રા નક્ષત્રથી શરૂ થતી હોય છે. તો આ આદ્રા નક્ષત્ર પૂર્વેનું નક્ષત્ર એટલે મૃગ નક્ષત્ર. મૃગ નક્ષત્રને આમ તો ગુજરાતના ખેડૂત વાયુનું નક્ષત્ર પણ કહે છે. વાયુ એટલે પવન. મૃગ નક્ષત્ર બેસવાની સાથે જ કુદરત મહારાજ જાણે પવનના દરવાજા ખોલી નાખે એવો સુસવાટા મારતો ફુલ સ્પીડે ફૂંકાતો પવન આ મૃગ નક્ષત્રના દિવસોમાં જોવા મળે છે. આમ જોઈએ તો, મૃગ નક્ષત્ર બેસતા જ પવનની ગતિ વધુ જોવા મળતી હોય છે. પરંતુ જેમ જેમ મૃગ નક્ષત્રના દિવસો કપાતા જાય છે, તેમ તેમ પવનની ગતિમાં પણ બ્રેકિંગ જોવા મળતું હોય છે. પ્રાચીન લોકવાયકા મુજબ મૃગ નક્ષત્રમાં ફૂંકાતો પવન મૃગ નક્ષત્રના ચોથા ચરણમાં જો પવન આંચકે આંચકે ફુંકાવા મંડે તો, આદ્રા નક્ષત્રમાં વરસાદની જોરદાર શરૂઆત થાય. તેવું વિધાન ભડલી સંહિતાની લોકવાયકામાં જોવા મળી રહ્યું છે.

જે વર્ષે ચોમાસું જમાવટ કરતું હોય એ વર્ષે મૃગ નક્ષત્રની શરૂવાતથી જ વરસાદ જોવા મળતો હોય છે. ખાસ કરીને મૃગ નક્ષત્ર બેસવાની સાથે જ જે વર્ષે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થઈ જાય એટલો જો વરસાદનો રાઉન્ડ આવે તો, તે વર્ષે દરેક નક્ષત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ દર વર્ષે જોવા મળતો હોય છે. કેમકે આવા ચિત્રો આપણે ભૂતકાળના ઘણા બધા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ. મુદ્દાની વાત એ કે મૃગ નક્ષત્રમાં વરસાદની શરૂઆત થઈ જવી જોઈએ. ભડલી સંહિતા અને પ્રાચીન લોકવાયકા મુજબ જો મૃગ નક્ષત્ર ઉતરતા વરસાદની શરૂઆત થઈ જાય તો, આદ્રા નક્ષત્ર પણ હથો-હથ વરસાદને લ્યે છે. તેથી આદ્રા નક્ષત્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના યોગ ઊભા થાય છે.

મૃગ નક્ષત્રનો પવન અને ભડલી સંહિતા

ભડલી સંહિતા મુજબ ચોમાસું નક્ષત્ર આધારિત વર્તરો મેળવવા માટેનું પ્રથમ નક્ષત્ર એટલે મૃગ નક્ષત્ર. મિત્રો પ્રાચીન લોકવાયકા મુજબ તેમજ ભડલી સંહિતાના સિદ્ધાંત મુજબ મૃગ નક્ષત્રમાં પવનનું જોર કેવું રહે? કઈ દિશાએથી ફૂંકાય અને દરેક દિવસના પવનની પેટર્ન મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે એ અંગેના વિધાન ભડલી સંહિતામાં જોવા મળી રહ્યા છે. તો આપણે મૃગ રોગ નક્ષત્રના સમયગાળા દરમિયાન પવનની પરિસ્થિતિ મુજબ હવામાન કેવું જોવા મળે એ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

પ્રથમ પાયાનો પવન

મૃગ નક્ષત્ર મોટેભાગે 8 જુનની આજુબાજુ બેસતું હોય છે. અને 20 જૂનની આજુબાજુના દિવસો દરમિયાન આ મૃગ નક્ષત્રનો સમયગાળો રહેતો હોય છે. મિત્રો મૃગ નક્ષત્રના પ્રથમ બે દિવસોમાં જો પવનનું જોર બિલકુલ ન હોય તો, તે વર્ષે ચોમાસામાં તેમજ શિયાળાના દિવસોમાં ઉંદરનો ઉપદ્રવ વધશે. કેમકે આવું વિધાન સ્પષ્ટ ભડલી સંહિતામાં જોવા મળી રહ્યું છે. હવે મૃગ નક્ષત્રના ત્રીજા અને ચોથા દિવસના પવન અંગેની માહિતી મેળવીએ. તો જો મૃગ નક્ષત્રના પ્રથમ પાયામાં ત્રીજા અને ચોથા દિવસે જો પવન ન હોય તો, તે વર્ષે ખેતીના પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ રહેશે. એટલે કે ઇયળ તેમજ ચુસિયા જીવાતનું પ્રમાણ ખેતીના પાકોમાં વધુ જોવા મળશે.

બીજા પાયાનો પવન

ભડલી સંહિતાના વિધાન મુજબ મૃગ નક્ષત્રના બીજા પાયામાં એટલે કે પાંચમા અને છઠ્ઠા દિવસે જો પવન ન હોય તો, તે વર્ષે તીડનો ઉપદ્રવ વધુ થાય, કેમકે આવી સ્પષ્ટ વાત ભડલી સંહિતાના સિદ્ધાંતમાં જોવા મળી રહી છે. આગળ વાત કરયે તો, સાતમા અને આઠમા દિવસે જો પવન ન હોય તો, તે વર્ષે તાવ વગેરે રોગચાળાનો ઉપદ્રવ વધારે થાય. કેમકે આવી વાત પ્રાચીન લોકવાયકા માં જોવા મળી રહી છે. અને આ લોકવાયકાનું મૂળ ભડલી સિદ્ધાંત છે.

ત્રીજા પાયાનો પવન

મૃગ નક્ષત્રના ત્રીજા પાયાની માહિતી મેળવીયે તો, નવમા અને દસમા દિવસે જો મૃગ નક્ષત્રના દિવસો દરમિયાન પવન ન હોય તો, તે વર્ષે વરસાદ ઓછો થાય. ચોમાસુ નબળું રહે. કંઈક અંશે તે વર્ષે દુષ્કાળના ચિત્રો જોવા મળશે. હવે 11 માં અને 12 માં દિવસે જો મૃગ નક્ષત્રમાં પવન ન હોય તો, તે વર્ષે પાક ઉત્પાદનમાં ઝેરી જીવાતનો વધારે પડતો ઉપદ્રવ જોવા મળે. કેમ કે આવી સ્પષ્ટ વાત ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.

ચોથા પાયાનો પવન

મિત્રો પ્રાચીન લોકવાયકા તેમજ ભડલી સંહિતા મુજબ મૃગ નક્ષત્રના ચોથા પાયામાં એટલે કે 13 માં અને 14 માં દિવસે જો પવન ન હોય તો, ચોમાસામાં એટલે કે આવનારા ચોમાસામાં આંધી પવનનું તોફાન જોવા મળે. માટે મૃગ નક્ષત્ર ના 13 માં અને 14માં દિવસના પવનનું ખાસ અવલોકન કરવું. એટલે જ આપણે અગાઉ કહી ચૂક્યા છીએ કે, મૃગ નક્ષત્ર ઉતરતા જો પવન બ્રેકફેસ થાય તો, આવનારું ચોમાસું સારું રહે.

મૃગ નક્ષત્ર અને વાવાઝોડું

મિત્રો ખાસ કરીને મૃગ નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાતમાં બોપર બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી હોય છે. કેમ કે મૃગ નક્ષત્ર જ્યારે બેસે છે, ત્યારે લગભગ દક્ષિણ અરબ સાગરમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું હોય છે. આ પેટર્નને અનુસંધાને ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી આ મૃગ નક્ષત્રના ચરણમાં જોવા મળતી હોય છે. ક્યારેક ક્યારેક આ મૃગ નક્ષત્રના સમયગાળામાં અરબ સાગરમાં વાવાઝોડું પણ બંધારણ થતું જોવા મળતું હોય છે. જેનું મુખ્ય રીઝન મૃગ નક્ષત્રના દિવસો દરમિયાન અરબ સાગરમાં પવનની અસ્થિર પેટર્નની ગતિ જવાબદાર હોય છે. મિત્રો મૃગ નક્ષત્ર ઉતરતા સળંગ જો ત્રણથી ચાર દિવસ અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, એવું સમજવું કે અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ અથવા તો વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. જેની આ નિશાની જોવા મળી રહી છે.

મિત્રો ઇસવીસન 1998 માં જ્યારે ગુજરાતમાં જે વાવાઝોડું ત્રાટક્યું હતું. તે વર્ષે આ મૃગ નક્ષત્રના સમયગાળામાં આ પવનના ચીંહ જોવા મળ્યા હતા. મિત્રો જ્યારે વાવાઝોડું લક્ષદ્વીપ ટાપુની આજુબાજુ સર્જાઈને જેમ જેમ આગળ ગુજરાત તરફ વધી રહ્યું હતું, ત્યારે સળંગ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ અગ્નિ ખૂણાનો પવન ફુંકાતો જોવા મળ્યો હતો. અને આ વાવાઝોડું રીતસર વેરાવળ, પોરબંદરની આજુબાજુ લેન્ડફોલ થયું હતું. જે આપણે બધા જાણીએ છીએ. માટે જ મૃગ નક્ષત્રના સમયગાળા દરમિયાન આ ખાસ અવલોકન કરવું. જો સળંગ ત્રણથી ચાર દિવસ અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, નક્કી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ મોટી બની છે, અને જે ગુજરાતના કાંઠા તરફ આગળ આવી રહી છે આવું અનુમાન કરવું.

ભડલી સંહિતા અને મૃગ નક્ષત્ર

ભડલી સંહિતાના સિદ્ધાંત મુજબ આપણે હવે સરળ ભાષામાં મૃગ નક્ષત્રનો સારાંશ મેળવીએ. મૃગ નક્ષત્ર બેસવાની સાથે ફુલ સ્પીડે ભલે પવન ફૂંકાતો હોય પરંતુ જેમ જેમ મૃગ નક્ષત્રના દિવસો ઉતરતા જાય તેમ તેમ જો પવનની સ્પીડમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય તો, આદ્રા ક્ષત્રમાં સો ટકા વાવણી લાયક વરસાદ થશે. આ વાતમાં કોઈ પણ જાતની શંકા રાખવી નહીં. અને જો મૃગ નક્ષત્ર બેસતા જ વરસાદની ગતિવિધિ જોવા મળે તો, મૃગ નક્ષત્રના ચારેય પાયામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદી માહોલ ઉભો થશે. કેમકે આવી સ્પષ્ટ વાત ભડલી સંહિતાના મૃગ નક્ષત્રના ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. માટે આ વાતનું ખાસ નિદાન કરવું.

મૃગ નક્ષત્ર બેસવાની સાથે જે ફુલ સ્પીડે પવન ફૂંકાતા હોય એ પવનની અસરથી જો લીલા ઝાડવા પવનની સાઈડ બળતા જણાય તો, વરસાદ વિહોણું મૃગ નક્ષત્ર પસાર થશે. કેમકે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ખેડૂતો આ પવનને ખારી પવન તરીકે ઓળખે છે. કેમકે ખારી પવનનું આગમન થયા બાદ લગભગ મૃગ નક્ષત્ર કોરું એટલે કે વરસાદ વિહોણું જતું હોય છે. પરંતુ ત્યારબાદ આદ્રા નક્ષત્રમાં પણ જો આ પરિસ્થિતિ જોવા મળે છતાં પણ આદ્રા નક્ષત્ર ઉતરતા વાવણી લાયક વરસાદનો માહોલ ઊભો થાય. કેમકે આવી લોકવાયકા ખેડૂતોમાં જોવા મળી રહી છે.

ખાસ નોંધ: મિત્રો આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલી મૃગ નક્ષત્ર તેમજ ભડલી સંહિતાના આધારે જે વાત કરવામાં આવી છે, તે World Weather Radar વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ માહિતી અમે ભડલી સંહિતા તેમજ પ્રાચીન લોકવાયકાનો અભ્યાસ કરીને અહીં રજૂ કરી છે. માટે આ વાતની નોંધ દરેક મિત્રોએ ખાસ લેવી. ખૂબ ખૂબ આભાર.

⬅ પાછા મુખ્ય પેજ પર જાઓ