મિત્રો આજની આ ખૂબ જ ઉપયોગી પોસ્ટમાં આપણે છેલ્લા કેટલાક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? એ અંગેની મહત્વની માહિતીની વાત કરશું. કેમકે હવામાનમાં આવેલા મોટા બદલાવથી છેલ્લા કેટલાક વર્ષોમાં અરબ સાગરમાં ક્રમશ વાવાઝોડા વધારે બનતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરમાં વાવાઝોડા કેમ વધ્યા? વાવાઝોડા બનવાનું કારણ શું છે? એ અંગેની વિસ્તારથી વાત કરીયે.
મિત્રો હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઇમેટ ચેન્જ થયું છે. વર્ષો પહેલા અરબ સાગર શાંત સાગરમાનો એક ગણાતો હતો. પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનમાં એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મિત્રો શાંત ગણાતો અરબ સાગરમાં હવે ક્રમશ લગભગ દર સિઝનમાં એટલે કે ચોમાસાની સિઝનમાં વાવાઝોડું આકાર લેતું હોય છે. અરબ સાગરનું જે ચિત્ર શાંત જોવા મળતું હતું એ ક્રમશઃ હવે અરબ સાગર એક તોફાની મૂડમાં છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને કારણે ક્લાઇમેટ ચેન્જમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
અરબ સાગરમાં ભૂતકાળના વર્ષોમાં વાવાઝોડા તો બનતા જ પરંતુ આ વાવાઝોડાની તીવ્રતા નબળી રહેતી હતી. મિત્રો જ્યારે જ્યારે ભૂતકાળના ઘણા વર્ષો પહેલા અરબ સાગરમાં વાવાઝોડા બનતા જ પરંતું એ બનીને સીધા નબળા પડી જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અરબ સાગરમાં અવારનવાર વાવાઝોડું આકાર લેતું હોય છે. અને આ વાવાઝોડું તીવ્ર ગતીએ પહોંચી જતું હોય છે. કેમકે આપણે ભૂતકાળના વર્ષોના થોડાક વાવાઝોડાના ઉદાહરણ લઈએ તો, તાઉ તે વાવાઝોડું, બીપોરજોય વાવાઝોડું, નિસર્ગ વાવાઝોડું, મહા વાવાઝોડું, આ બધા વાવાઝોડાના ભયાનક ચિત્રોથી આપણે પૂરેપૂરા પરિચિત છીએ.
મિત્રો છેલ્લા કેટલાક વર્ષથી જ્યારે જ્યારે અરબ સાગરમાં વાવાઝોડાનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે અરબ સાગરનું વાવાઝોડું તીવ્ર કેટેગરીએ પહોંચતા વાર લાગતી નથી. કેમકે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં બનતા વાવાઝોડાને જોઈ ચૂક્યા છીએ કે, અરબ સાગરનું વાવાઝોડું ક્યારેક ક્યારેક કેટેગરી ત્રણ અથવા તો કેટેગરી ચાર સુધી પણ પહોંચી જાય છે. જ્યારે જ્યારે અરબ સાગરમાં વાવાઝોડું બને છે, ત્યારે ત્યારે વધારે પડતું તો પશ્ચિમ દિશા તરફ ફંટાતું હોય છે. અથવા તો પશ્ચિમ ઉત્તર દિશા તરફ ફંટાઈને ઓમાન સાઇડ ફંટાતું હોય છે. પરંતુ અપવાદ રૂપ ક્યારેક ક્યારેક ગુજરાતના કાંઠે પણ અરબ સાગરનું વાવાઝોડું ચડી આવે છે.
અરબ સાગરનું તોફાની બનવું તેનું મુખ્ય રીઝન અંગેની વાત કરીએ તો, અરબ સાગરની પવનની પેટર્ન છેલ્લા 20 થી 30 વર્ષમાં બદલાતી જોવા મળી છે. કેમ કે વમળયુક્ત પવનનો પ્રવાહ અરબ સાગરમાં ચોમાસાની શરૂઆત પહેલા તો ક્યારેક ચોમાસાની વિદાય વેળા એ ખૂબ જ સક્રિય બની જતી હોવાથી આ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું બનવું ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે.
પરંતુ એક નવાઈની વાત એ છે કે, ચોમાસાનું ઓન સેટ બરાબર સમગ્ર ભારતમાં થઈ ગયા બાદ અરબ સાગર નિષ્ક્રિય બની જાય છે. કેમકે એક જ પેટર્નના ફુંકાતા પવનોથી આ ચોમાસાના મધ્ય ભાગમાં ભાગ્યે જ સિસ્ટમ અરબ સાગરમાં બનતી હોય છે. લો પ્રેશર સિસ્ટમ પણ ક્યારેક ભાગ્ય જ બનતી હોય છે. પરંતુ એનાથી ઉલટું બંગાળની ખાડીની સિસ્ટમ મુંબઈની આજુબાજુ ખંભાતની ખાડીમાં આવ્યા બાદ મોટેભાગે આ સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય બનીને વોરટેક્ષ સિસ્ટમ સુધી પહોંચી જાય છે. આવું અવારનવાર આપણે જોવા મળે છે.
મિત્રો અરબ સાગરનું હવામાન ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને કારણે બદલી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જની અસર તટે અરબ સાગરનું હવામાન દિન પ્રતિદિન વિપરીત બનતું જાય છે. અરબ સાગરમાં ચોમાસાની સિઝન દરમિયાન અથવા તો ઉનાળાના અંતના ભાગમાં અરબ સાગરનું સી સરફેસ તાપમાન પણ નોર્મલ કરતાં વધારે અવારનવાર દર વર્ષે જોવા મળતું હોય છે. આવી પરિસ્થિતિને અનુસંધાને અરબ સાગરનું ક્લાઈમેટ ચેન્જ થયું છે. અને અવારનવાર અરબ સાગરમાં ભયાનક ચક્રવાત ઉદભવી રહ્યા છે. જે એક ખરેખર ચિંતાજનક વિષય ગણાય.
કોઈપણ વાવાઝોડાને કોઈપણ દરિયામાં બનવા માટે પવનની પરિસ્થિતિ ચક્રવાત બનવા માટે અનુકૂળ હોવી જરૂરી છે. જ્યારે પવનની પરિસ્થિતિ અનુકૂળ બને છે, ત્યારે દરિયામાં પ્રથમ સર્ક્યુલેશન બન્યા બાદ આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈને ધીમે ધીમે મજબૂત થઈને વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચતી હોય છે. ટૂંકમાં મિત્રો કહેવાનો મતલબ એવો છે કે, અરબ સાગરમાં દરિયાઈ વાવાઝોડા બનવાની સંભાવના પ્રમાણે પવનોની ગતિ છેલ્લા કેટલાક વર્ષોથી અનુકૂળ બનતી હોય એવું અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે. આ પેટર્નને અનુસંધાને જ અવારનવાર અરબ સાગરમાં વાવાઝોડું બનતું આપણે જોવા મળે છે.
વાવાઝોડું બનવા માટે પવનની પેટર્ન, હવાનું દબાણ તેમજ ભેજની માત્રા કેટલો હોય આવી બધી પરિસ્થિતિ જ્યારે અનુકૂળ બને ત્યારે દરિયામાં ઝડપથી ચક્રવાત આકાર લેતું હોય છે. અને ખાસ વાત તો એ કે, જ્યારે દરિયાની સપાટીનું પાણીનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જોવા મળે ત્યારે તે લોકેશન ઉપર વાવાઝોડું ફોર્મેટ થતું હોય છે. ચોમાસાની શરૂઆત પહેલા અરબ સાગરમાં પવનની પેટર્ન, હવાનું દબાણ, ભેજની માત્રા અને વાવાઝોડાને અનુકૂળ પવનો અરબ સાગરના વાવાઝોડાને સપોર્ટ આપે એવું ચીત્ર અવારનવાર બની જતું હોય છે. મોટેભાગે અરબ સાગરમાં વાવાઝોડા બન્યા બાદ મહારાષ્ટ્રમાં સંકટ ઓછું રહેતું હોય છે. મોટે ભાગે આ વાવાઝોડા ગુજરાત અથવા તો ઓમાન સાઈટ વધારે લેન્ડફોલ થતા હોય છે.
મિત્રો અરબ સાગરમાં જ્યારે જ્યારે વાવાઝોડા બને છે. ત્યારે તેની તીવ્રતા ચરણ સીમાએ પહોંચી જતી હોય છે. કેમકે આવું આપણે ચિત્ર ભૂતકાળના ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ. આ વાવાઝોડા તીવ્ર કેટેગરીએ જ્યારે જમીન ઉપર આવે છે. ત્યારે મોટી નુકસાની નોતરે છે. ખાસ કરીને ખેતીના જે પાકો ઉભા હોય છે, તેમાં સોથ વાળી દે છે. પવનની તીવ્રતા ખૂબ જ ભયંકર હોવાથી નાના કાચા મકાનો પણ જમીન ધ્વસ બની જતા હોય છે. ટૂંકમાં મિત્રો કહેવાનો મતલબ એ છે કે, અરબ સાગરના વાવાઝોડાની તીવ્રતા હવે પાછલા કેટલાક વર્ષોની સરખામણીયે વધુ તીવ્ર બનતી જાય છે. જેનું ઉદાહરણ આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા વાવાઝોડા ઉપરથી સંપૂર્ણપણે અનુભવી શકીએ છીએ.
1998 માં આવેલું ગુજરાતમાં વાવાઝોડું કેટલું ભયંકર હતું એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. વેરાવળ અને પોરબંદરથી વચ્ચેથી પસાર થયેલા આ વાવાઝોડાના પવનની તીવ્રતા એટલી હતી કે, રીતસરનો વિનાશ વેરીયો હતો. ત્યારબાદ કચ્છના અખાતમાં થઈને આ વાવાઝોડાએ કંડલા બંદર ઉપર કેવી નુકસાની વેરી હતી, એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. મિત્રો આપણો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે, અરબ સાગરમાં હવે જે જે વાવાઝોડા ઉદ્ભવે છે, એ વાવાઝોડાના પવનની તીવ્રતા એટલી ભયંકર હોય છે, કે જેની કલ્પના પણ આપણે ધ્રુજાવી દે છે.
તાઉ તે વાવાઝોડાની પણ વાત કરીએ તો, તાઉ તે વાવાઝોડું જ્યારે મહુવાની આજુબાજુથી ગુજરાતમાં લેન્ડફોલ થયું હતું. ત્યારે આ વિસ્તારમાં આ તો વાવાઝોડા એ કેવો વિનાશ વેરીયો હતો. એ આપણે સંપૂર્ણ રીતે જાણીએ છીએ. મિત્રો ભારેથી અતિભારે વરસાદની સાથે આ ભયંકર વાવાઝોડા જ્યારે લેન્ડફોલ થાય છે, ત્યારે ખૂબ મોટી તારાજી સર્જે છે. ખેતીની સાથે સાથે બીજા દરેક ક્ષેત્રોમાં આ અરબ સાગરનું વાવાઝોડું પ્રભાવિત કરે છે. જેના ભૂતકાળના ઘણા દાખલા આપણે હજી ભૂલી ચૂક્યા નથી.
મિત્રો વાવાઝોડું બન્યા બાદ જમીન ઉપર ટકરાતું હોય છે. પરંતુ વાવાઝોડું જમીન ઉપર આવે ત્યારે આપણે થોડુંક જો આપણું સ્વ આયોજન કરીયે તો, મહા નુકસાનીમાંથી કંઈક અંશે રાહત મેળવી શકીએ. જેમ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં વિપુલ માત્રામાં જો ઝાડ વાવવામાં આવે તો, કંઈક અંશે જમીનનું ધોવાણ પણ અટકે છે. અને તોફાની પવનથી પણ કંઈક ફુલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ થોડીક નુકસાની ઓછી કરી શકાય છે.
જોકે છેલ્લે કુદરત કર્તા છે. કુદરતની શક્તિ પાસે મનુષ્ય શક્તિ પામર બની જાય છે. જો કુદરત વિનાશ વેરવાનું નક્કી કરે તો, માનવ પાંગળો બની જાય છે. એટલે કુદરતી આપતા વેળાએ મનુષ્યનું ગજુ નથી કે કોઈ કુદરતી આફતને ટાળી શકે. પરંતુ આપણે થોડું જાજુ કંઈક આગમચેતી રૂપે જો સ્વ આયોજન કરીએ તો, મોટી નુકસાનીમાંથી બચી શકાય. કેમકે હવે હવામાન વિભાગ દ્વારા અવારનવાર વાવાઝોડા સંબંધિત આગાહી આપવામાં આવતી હોય છે. આવી ક્ષણે આપણે કાચા મકાનમાંથી સ્થળાંતર કરીને કોઈ પાકા મકાનમાં સહારો લઈએ. મૂંગા પશુઓને ઝાડ નીચે ન બાંધીએ. કેમકે તોફાની પવનોમાં અવારનવાર ઝાડ પણ જમીન ધ્વસ થતા હોય છે.
તો મિત્રો અરબ સાગરનું વાવાઝોડું અંતર્ગત અરબ સાગરના વાવાઝોડાની આપણે થોડી જાજી સમજણ આ પોસ્ટમાંથી મેળવી. તો ચોમાસું સિઝન દરમિયાન ગુજરાતના હવામાન અંગેની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈਟ World Weather Radar સાથે જોડાયેલા રહેજો. જેથી તમારા વિસ્તારમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની નિયમિત હવામાન અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મળતી રહે. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.